સુરેન્દ્રનગર વિશેષતાઓ
તરણેતર ભાતીગળ મેળો
- ભાતીગળ લોકમેળો
તરણેતર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલું એક ગામ છે. તરણેતર મુખ્યત્વે તેનાં તરણેતર મેળાથી વધારે પ્રખ્યાત છે, જે અહીં આવેલા પ્રસિદ્ધ ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદીર ખાતે ભરાય છે. તરણેતર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
ત્રિનેત્રેશ્વર મંદીર થાનગઢ તાલુકામાં ધ્રાંગધ્રા જતાં માર્ગ પર તરણેતર ખાતે આવેલું છે, જે તેના તરણેતર મેળાથી પ્રખ્યાત છે.